શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતાના વિભિન્ન અધ્યાયોના માધ્યમ દ્વારા નિરાશ-ચિંતિત અર્જુનને યુધ્ધ માટે નિશ્ચયી કરવા પ્રયાસ કરે છે

સવિશેષ અહેવાલઃ કોકિલા પટેલ Wednesday 02nd September 2026 06:22 EDT
 

સવિશેષ અહેવાલઃ કોકિલા પટેલ
વડોદરા સ્થિત ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ડેનહામ ખાતે અનુપમ મિશનની પાવન ભૂમિ પર "ઓમ ક્રિમેટોરીયમ"ના ઉદઘાટન સમારોહમાં હાજરી આપવા ૧૭ જુલાઇ, શુક્રવારે ખાસ યુ.કે. પધાર્યા હતા. તા.૧૭ થી ૨૫ જુલાઇ દરમિયાન દરમિયાન જેજેશ્રીએ VYOયુ.કે.ના ચેરમેન કંતેશભાઇ પોપટ, પ્રેસિડેન્ટ જયશ્રીબેન રાડિઆ, પ્રદીપભાઇ ધામેચા અને VYOના ટ્રસ્ટી દેવ્યાનીબેન જયેશભાઇ પટેલના નેતૃત્વ હેઠળ બાલમ હવેલીની મુલાકાત લીધી હતી.
VYO UK(વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન્સ)ના પ્રેસિડેન્ટ જયશ્રીબેન રાડીઆએ જેજેશ્રી ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીના ચરણોમાં વંદન કરતાં જણાવ્યું કે, ‘સાઉથ લંડનના શ્રીરાધાકૃષ્ણ, બાલમ મંદિર ખાતે સતત પ્રવૃત્તશીલ 'શ્રીનાથજી હવેલી' માં ઉપસ્થિત રહેવું એ ખૂબ જ સન્માનની વાત છે. VYO UKઆ વિકાસયાત્રાનો હિસ્સો બનવા બદલ હું હૃદયપૂર્વક આપ સૌનો આભાર માનું છું.
બાલમ મંદિર, રાધાકૃષ્ણ મંદિર એવં VYO યુ.કે શ્રીનાથજી હવેલીના વિશાળ પરિસરમાં ઉપસ્થિત સમગ્ર સંકુલના પ્રમુખ ભગવદીય શ્રી જયેશભાઈ પટેલ, દેવ્યાનીબહેન પટેલ, VYO યુકેના પ્રમુખ જયશ્રીબહેન રાડિયા, પલ્લવીબહેન પટેલ, VYO યુ.કે એજ્યુકેશનની આખી ટીમ અને સર્વ ભાવુક, ઉત્સાહી, ભગવદ ચરણાનુરાગી એવા સર્વ વૈષ્ણવજનો, યુવાનોને આશીર્વચન આપતાં જેજેશ્રી ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજ મહોદયશ્રીએ કહ્યું કે, “ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતાના અંદર થાકેલા, ડિપ્રેસ થયેલા, ચિંતિત, મનનું સંતુલન ગુમાવનાર એવા આપણા સૌના પ્રતિનિધિ રૂપ અર્જુનને વિભિન્ન અધ્યાયોના માધ્યમથી યુદ્ધ કરવાનો નિશ્ચય કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જીવનમાં એવી ઘણી પરિસ્થિતિઓ આવે છે કે જેમાં વ્યક્તિ નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય. સવિશેષ જ્યારે એની ઈચ્છા પૂરી ન થાય ત્યારે આપણા ચિત્તના અંદર વિક્ષેપતાનો અનુભવ થાય છે પણ જરૂરી નથી કે બધી વાર આપણી ઈચ્છાઓ પૂરી થાય જ. અમિતાભ બચ્ચન જ્યારે ડિપ્રેસ થઈ ગયા હતા ત્યારે એમના પિતાશ્રી હરિવંશરાય બચ્ચને એમને કહ્યું હતું: "મન કા હો તો અચ્છા, ઔર મન કા ન હો તો ઔર અચ્છા.”
ભગવાન ગીતાના ૧૨મા અધ્યાયમાં: "યસ્માન્નોદ્વિજતે લોકો લોકાન્નોદ્વિજતે ચ યઃ| |હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ|| "જે વ્યક્તિ પોતે ઉદ્વિગ્ન (દુઃખી) થતો નથી અને જેના થકી બીજા કોઈ ઉદ્વિગ્ન થતા નથી, એવો જ ભક્ત મને સૌથી વધુ પ્રિય છે. રાઈટ અવે એક્સેપ્ટ થિંગ્સ એન્ડ મૂવ ફોરવર્ડ ઇન ધ લાઈફ(Right away accept things and move forward in the life).
સૌથી પહેલાં એ સમજો કે સુખ અને દુઃખ એ મનનું પ્રોગ્રામિંગ છે. સુખ જેવું કંઈ છે જ નહિ, દુઃખ જેવું કંઈ છે જ નહિ. મનની પ્રતિકૂળ સ્થિતિ એ દુઃખ છે અને મનની અનુકૂળ સ્થિતિ એ સુખ છે. આ બધું જ પ્રોગ્રામિંગ છે. તમે પહેલાથી જ નક્કી કરી રાખેલું છે કે મારા જીવનમાં આ ઘટના થશે તો મને સુખ મળશે અને આ ઘટના થશે તો મને દુઃખ મળશે.
એવા બહુ ઓછા સંજોગો આવતા હશે કે જેમાં વ્યક્તિ પોતાના જાતને સંભાળી શકતો હશે. બાકી દુઃખી તો થાય જ છે અને એટલે જ ભગવાને ભગવદગીતામાં કહ્યું: 'આ સંસાર દુઃખાલય છે.’ એક બાજુ ભગવાન પોતે જ કહે છે કે આ સંસાર દુઃખાલય છે અને એક બાજુ ભગવાન પોતે જ કહે છે જે દુઃખી થાય છે એ મને ગમતો નથી. આ તો એના જેવું છે જેમ છોકરાઓને કહેવામાં આવે ટીચર દ્વારા કે આ પરીક્ષા બહુ અઘરી છે હો, યાદ રાખજે, બહુ અઘરી પરીક્ષા છે, પણ મને ફેલ થાય એ ગમતું નથી. તમે એક બાજુ કહો છો બહુ અઘરી છે તો ફેલ થવાના જ ને? ના, પણ તારે ભણવું પડશે. આ સંસાર દુઃખાલય છે અને આ દુઃખાલય સંસારના અંદર દુઃખી નથી થવાનું અને બીજાને દુઃખી કરવાના નથી. એ જ તો પરીક્ષા છે. કોઈપણ પરિસ્થિતિને અગર આપણે એક ચુનૌતી (Challenge) રૂપે લઈ લઈએ તો દુઃખની અસર ઓછી થઈ જાય. કઈ રીતે વ્યક્તિ દુઃખી ન થઈ શકે? સૌથી પહેલાં સુખ અને દુઃખ એ મનનું પ્રોગ્રામિંગ છે. સુખ જેવું કંઈ છે જ નહિ, દુઃખ જેવું કંઈ છે જ નહિ. મનની પ્રતિકૂળ સ્થિતિ એ દુઃખ છે અને મનની અનુકૂળ સ્થિતિ એ સુખ છે. આ બધું જ પ્રોગ્રામિંગ છે. તમે પહેલાથી જ નક્કી કરી રાખેલું છે કે મારા જીવનમાં આ ઘટના થશે તો મને સુખ મળશે અને મને મારા જીવનમાં આ ઘટના નહીં થાય અથવા આ ઘટના થશે તો મને દુઃખ મળશે. આ પંખો મને મળે તો સુખ મળે, આ ના મળે તો દુઃખ થાય. આ મારું પ્રોગ્રામિંગ છે પણ કદાચ પંખો ના હોય તો પણ… એમાં કેવી રીતે સુખી થવું, એ કળા આપણને આવડવી જોઈએ.
ગમે તેટલો કચરો નાખે, મન પર ચોંટવો ન જોઇએ:
ભાગવતના 11મા સ્કંધમાં ભિક્ષુ ગીતા (અવંતિ બ્રાહ્મણની કથા) આવે છે. બધું જ ધન નષ્ટ થઈ ગયા પછી એ બ્રાહ્મણમાં એવી વિરક્તિ આવી ગઈ કે કોણ એના માટે શું કહે છે તેની એને કોઈ જ અસર ન થઈ. તે નિંદા-પ્રૂફ, દુઃખ-પ્રૂફ અને ઉદ્વેગ-પ્રૂફ બની ગયો.
સોશિયલ મીડિયામાં આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈને કોઇ 'ફેંકુ' કહે કે રાહુલ ગાંધીને 'પપ્પુ' કહે, જો તેઓ આ બધી કોમેન્ટ્સમાં મગજ બગાડવા જાય તો માણસ કામ જ ન કરી શકે. તમારું મન પ્લાસ્ટિક જેવું હોવું જોઈએ – ગમે તેટલો કચરો કોઈ નાખે, તે ચોંટવો ન જોઈએ. એ 'ઓટો-ડિલીટ' (Auto-delete) થઈ જવો જોઈએ અને એટલે જ ભગવાન ગીતાના ૧૨મા અધ્યાયમાં આજ્ઞા કરે છે: "યસ્માન્નોદ્વિજતે લોકો લોકાન્નોદ્વિજતે ચ ય |હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ||" ૧૨મા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે લોકો કોઇને ત્રાસ આપવાનું કારણ બનતા નથી અને જે વ્યક્તિ બીજાને દુ:ખી કરતો નથી અને પોતે દુ:ખી થતો નથી, જે અભય છે એવો ભક્ત મને બહુ પ્રિય છે. રાઈટ અવે એક્સેપ્ટ થિંગ્સ એન્ડ મૂવ ફોરવર્ડ ઇન ધ લાઈફ (Right away accept things and move forward in the life).
દરેક વિષયને અગર વ્યક્તિ ચેલેન્જ રૂપે લઈ લે… એક ચુનોતી રૂપે લઈ લે. કારણ કે આપણા બ્રેનના અંદર, આપણા ન્યુરોન્સના અંદર અમુક વસ્તુઓ પ્રોગ્રામ થયેલી છે. આપણે અમુક વસ્તુઓથી ટેવાઇ અથવા હેવાઇ ગયા છીએ અને એટલે જ્યારે કોઈ નવી હેબિટ કે ચેલેન્જ આપણી સામે આવે ત્યારે આપણું મન એનો અસ્વીકાર કરે છે અને તરત એ સેટલ થતો નથી પણ થોડાક સમયમાં એ રીસેટલ થઈ જાય છે લાઈક આ જેટલેગ. ટાઈમ ડિફરન્સને આપણે ત્રણ ચાર દિવસમાં સેટલ કરી નાખીએ છીએ, ભલે અમુક થોડી તકલીફ પડતી હશે પરંતુ ધીરે ધીરે આપણું મન એને સ્વીકાર કરી લે છે.
તો મનની પ્રતિકૂળ સ્થિતિ જ દુઃખ છે અને મનની અનુકૂળ સ્થિતિ જ એ સુખ છે. જ્યારે વ્યક્તિ દુઃખી થાય છે તે વખતે એના મનમાં જાતજાતના પ્રશ્નો પેદા થાય છે. અરે આ પ્રશ્નોના કારણે એના ઉત્તરો એને નથી મળતા એટલે વધારે દુઃખી થાય છે અને આ ઉત્તર શું છે? જે થયું, તે હરિ ઈચ્છાથી થયું. જે થયું, કદાચ મારા પૂર્વજન્મના કર્મોથી થયું. જે થયું, કદાચ ઈશ્વરની પરીક્ષા છે. જે થયું, એમાં પણ કંઈક મારું સારું થવાનું છે. જે થયું, એનો મારે સ્વીકાર કરીને આગળ વધવાનું છે. જે થયું એને બદલી શકાવાનું નથી. હવે મારે આગળ વધવાનું છે. દુનિયાના અંદર એવા ઘણા સર્કમસ્ટેન્સીસ અને ઇન્સિડન્સ આવે છે કે એમાં આપણને પ્રશ્ન થાય આ કેમ થયું? આ કેમ થયું? આ કેમ થયું, એનો કોઈ ઉત્તર નથી. હવે કયા કેલ્ક્યુલેશનથી તમને દુઃખ મળ્યું છે? ધેટ વી ડોન્ટ નો. પૂર્વજન્મના કોઈ બેકલોગથી મળ્યું છે? ભગવાનની લીલાના કારણે તમને મળ્યું છે? અથવા તમારા આ જન્મના કોઈ કર્માનુસાર તમને કંઈક મળ્યું છે?
જીવનના છેલ્લા સમયે જેટલી વાસના, ઇચ્છાઓ ઓછી એટલી પ્રેત સમયની અવધી ઓછી. આપણા ત્યાં ભૂત, પ્રેત, પિશાચ, ચુડેલ, વૈતાળ. આ મર્યા પછીની પાંચ અવસ્થા છે. ભૂત એટલે Ghost. Some people say does ghost exist? Yes, ghost exists. ધર્મશાસ્ત્ર એને પ્રમાણિત કરે છે. વેદ ઉપનિષદ એને પ્રમાણિત કરે છે કે ભૂત પ્રેત આ બધી યોનિઓ છે. મર્યા પછી પહેલા વ્યક્તિ ભૂત બને. એ ભૂત એટલે વાયુ, air. પંચમહાભૂતનું શરીર એને છોડી દીધું અને પછી સૂક્ષ્મ શરીર, એ સૂક્ષ્મ શરીરના અંદર પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચમાં પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એમ લગભગ 19 elements નું આ સૂક્ષ્મ શરીર બને અને પછી એનું કારણ શરીર. આમ ત્રણ પ્રકારના શરીર થયા. એક શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું તો સૂક્ષ્મ શરીર અને એના સાથે બધી જ ઇન્દ્રિયો, આપણી આંખ દેખાય છે પણ આંખને દ્રષ્ટિ કોણ આપે છે? નેત્રેન્દ્રિય. કાન દેખાય છે પણ કાનથી સંભળાય છે શેનાથી? એ શ્રવણેન્દ્રિય. તો આ બધી ઇન્દ્રિયો એ સૂક્ષ્મ શરીરમાં છે. મર્યા પછી એને ભૂખ લાગે છે. કોઈને ખાતા જોવે ને એને ભૂખ લાગે પણ શરીર નથી ક્યાં નાખે? તડપે બિચારો. ભૂત અવસ્થામાં પ્રેત અવસ્થામાં એ આત્મા તડપતી હોય છે,અને એટલે જ અમુક ક્રિયાઓ જે મૃત્યુ પછી પાછળથી કરવામાં આવે છે, એ બહુ જરૂરી છે જે આત્માની શાંતિ માટે છે.
ઘણા લોકોને એવી મગજમાં misunderstanding છે કે કોઈ મરી જાય તો એના પાછળ બહુ સ્વાદિષ્ટ ભોજન કરવું જોઈએ. વળી પાછા સૂતકમાં એને જે ભાવતું હોય એ રોજ જમ્યા કરે. પહેલાં આપણે ત્યાં મર્યા પછી બહુ તેલ-મસાલા વિના રસોઈ એટલે એકદમ સાદું ભોજન ,સિમ્પલ ભોજન કરવાની પ્રથા હતી. કેમકે એ વાયુ રૂપી આત્મા તમારા ઘરે છે. પ્રેત તમારા ઘરે છે અને એ તમને જોતો હોય, હવે તમે જો બહુ સ્વાદિષ્ટ ખા ખા કરો, તો પછી એને ખાવાની ઈચ્છા થાય એ વધારે તડપે. તેરમામાં એમને જે ભાવતું હોય એ બનાવવામાં આવે છે. બ્રહ્મભોજનનું મહત્વ કેમ આવ્યું? કેમ કે બ્રાહ્મણમાં પ્રવેશ કરીને એ સ્વાદ લે છે.
ભગવાન ગીતામાં કહે છે: "વાસાંસિ જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરોપરાણિ…" જેમ આપણે જૂના કપડાં બદલીને નવા પહેરીએ છીએ તેમ આત્મા આ શરીરને બદલે છે. અંત સમયે જેટલું અટેચમેન્ટ વધારે, એટલી પુનર્જન્મની સંભાવના વધી જાય છે એટલે જ લૌકિક સુખ અને દુઃખની અંદર વ્યક્તિએ વધારે પડતું અટેચ ન થવું જોઈએ. Move on with the life. Life has no rewind button. જે થઈ ગયું છે તેના પર વારંવાર વિચાર કરી કરીને વ્યક્તિ પોતાના વર્તમાન અને ભવિષ્યને બગાડે છે. વહેતું પાણી શુદ્ધ કહેવાય, વહેતું લોહી શુદ્ધ કહેવાય, વહેતી હવા શુદ્ધ કહેવાય અને વહેતી લક્ષ્મી શુદ્ધ કહેવાય. પાણી રોકાઈ જાય તો લીલ પડી જાય, વાયુ રોકાઈ જાય તો દુર્ગંધ આવે, બ્લડ રોકાઈ જાય તો હેમરેજ થઈ જાય. બધું જ વહેતું રહેવું જોઈએ.
ઉદ્વેગ કે ડિપ્રેશન કોણે-કેમ થાય?
ભગવાન કહે છે તમારું મન કોઇના કંઇક કહેવાથી ખિન્ન ના થઇ જવું જોઇએ. તમે કોઇ પ્રોજેક્ટ કર્યો હોય ને એમાં તમને 500 સારી કોમેન્ટ આવી હોય ને એમાં જો બે ખરાબ કોમેન્ટ આવી જાય તો એ બે કોમેન્ટના કારણે તમારું આખું ચિત્ત વિક્ષેપિત થઈ જાય છે. આ દુનિયાના અંદર સારું ને નરસું બોલવા વાળા લોકો તો આવવાના જ છે. એમાં જો આપણે ધ્યાન આપશું તો આપણને જે કરવાનું છે એ કાર્ય આપણે ન કરી શકીએ એટલે જેને જે બોલવું હોય તે બોલવા દો. વ્યક્તિ પોતાના કામ પર ફોકસ કરે. કારણ કે યાદ રાખજો તમારા માઇન્ડમાં અગર તમે ઉદ્વેગિત થાવ છો અને ઉદ્વેગનો અર્થ શું છે? ઉદ્વેગ એટલે તમારા સાથે જે થયું એનો વારંવાર પુનઃ વિચાર કર કર કરવું એનું નામ ઉદ્વેગ. રોટેશન રિપીટેશન રિપીટેશન સવારે ઉઠતા પણ એ જ વિચાર આવે બપોરે પણ એ જ વિચાર આવે રાત્રે સુતા પણ એ જ વિચાર આવે બસ એના ને એના વિચારમાં જ પોતાના માઇન્ડને ઓક્યુપાઇડ રાખવું અને બીજા કોઈ કન્સ્ટ્રક્ટિવ વિચારો કરવા જ નહીં. જો ઉદ્વેગ કઈ રીતે થાય? પહેલું, અગર તમારું કોઈએ અપમાન કર્યું હોય તો ઉદ્વેગ થાય. બીજું, તમે કંઈક પાપ કર્યું છે, કંઈક ખોટું કર્યું છે એનો ઉદ્વેગ થાય. ત્રીજું, તમારા જીવનમાં કંઈ ભયંકર દુઃખ આવ્યું છે, એનો ઉદ્વેગ થાય. ચોથું, અતિશય તમારા ભવિષ્યની તમને ચિંતા છે, એનો પણ ઉદ્વેગ થાય. અને પાંચમું, જ્યારે તમારું ધાર્યું ન થાય તો પણ ઉદ્વેગ થાય. આ પાંચ અવસ્થામાં ઉદ્વેગ થતા હોય છે. નવરા માણસોને ડિપ્રેશન આવે આ દુનિયામાં. બિઝી માણસોને ડિપ્રેશન ના આવે. જે નવરું રહે ને એ જ વિચાર કર કર કરે. બિઝી માણસ આટલું બધું વિચારે એના પાસે ટાઈમ જ નથી, એ ક્યાં આ બધા ઉદ્વેગને આમ બાજુ પર ફેંકીને બિલ્લુ વાળીને મૂકી દે એને લેટ્સ ગો ઓન મુવ ફોરવર્ડ અને એટલે જ જે વ્યક્તિને વધારે પડતું ડિપ્રેશન આવતું હોય એને સૌથી પહેલી સલાહ, એને મંત્ર આપીએ પાઠ આપીએ બધું આપીએ પણ સૌથી પહેલા એને આપણે એ સલાહ આપવાની કે તું બિઝી રહે.
નિત્ય ધ્યાન-જ્ઞાન,સત્સંગથી મનના વિકારો દૂર થાય:
સવારે પાંચ થી રાત્રે 11 સુધીનું ટાઈમ ટેબલ બનાવો. Stay busy, stay focused, have some goal in your life. A goal and the ultimate goal, two goals are important in the lifeઅને એને જ્યારે બે ગોલ આપવામાં આવે કે તારા લાઈફનો ગોલ શું અને તારા અલ્ટીમેટ ગોલ શું. એનામાં જ્યારે વ્યક્તિ જોડાઈ જાય છે, ત્યારે ઓટોમેટીકલી એ વ્યક્તિ ફોકસડ થઈ જાય છે અને ડિપ્રેશનમાંથી બહાર નીકળી શકે છે. ધ્યાનથી, જપથી, સત્સંગથી, જ્ઞાનથી. નિત્ય સત્સંગ કરવાથી, નિત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાથી, સારી વસ્તુને સાંભળવાથી, સારી વસ્તુને વાગોળવાથી ધીરે ધીરે આપણા અંદર જે કંઈ પણ મગજના અંદર ભરાયેલા વિકારો છે એ સાફ થવા લાગશે અને એટલે જ સારી વસ્તુ વારંવાર સાંભળવી જોઈએ. ઉદ્વેગમાં ખોટી વસ્તુને આપણે વારંવાર વાગોળીએ છીએ અને સત્સંગમાં સારી વસ્તુને વારંવાર વાગોળીએ છીએ. ઉદ્વેગને સત્સંગથી સાફ કરી શકાય છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. સ્વાભાવિક છે કે કયો એવો વ્યક્તિ હશે આ દુનિયામાં જેનાથી કોઈ ભૂલ ન થઈ હોય, ભૂલ બધાથી થાય છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, ભૂલ બધાથી થાય છે યાદ રાખજો. Everybody has their past. Maybe it can be a good also or a bad also. ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ વ્યક્તિ કંઈકને કંઈક જગ્યાએ ફિસલી ગયો હશે. એનાથી અપરાધો થયા હશે અને એટલે જ હમણાં વચ્ચે મેં એક પ્રવચનમાં કીધેલું કે એક શઠ હોય ને એક ખલ હોય. શઠ જેને સુધારી શકાય, માણસ ખરાબ નથી પણ સંગતથી એનામાં ખરાબી આવી છે અને ખલ કહેવાય જેને સુધારી જ ન શકાય, જે દુર્યોધન છે, જે પહેલાથી જ દુષ્ટ છે. દુષ્ટ વ્યક્તિને ના સુધારી શકાય. આતંકવાદીઓને ના સુધારી શકાય અને એટલે જ દુર્યોધનના ખિલાફ આખું મહાભારતનું યુદ્ધ થયું છે અને આવા આતાતાયીઓનો નાશ થવો જ જોઈએ એ માટે ભગવાન અર્જુનને પ્રેરિત કરી રહ્યા છે કે યુદ્ધ કરવું એ તારું કર્તવ્ય છે. નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો હ્યકર્મણ: યુદ્ધ કરવું એ તારું નિયત કર્મ છે. આતાતાયીઓને દંડ આપવું એ તારું નિયત કર્મ છે. તું યોદ્ધા છે અને તું ભગોડો કેવી રીતે થઈ શકે. દરેક વ્યક્તિએ પોતાનું નિયત કર્મ કરવું જોઈએ. નિયત કર્મ એટલે શું? એક માં તરીકે તમારું કર્તવ્ય, એક પિતા તરીકે તમારું કર્તવ્ય, એક મિત્ર તરીકે તમારું કર્તવ્ય. જ્યાં જે વખતે જે આપણું કર્તવ્ય છે એ આપણું નિયત કર્મ છે અને નિયત કર્મના અંદર કદાચ તમારા રાષ્ટ્રના રક્ષા માટે, રાષ્ટ્રના હિત માટે, ધર્મની રક્ષા માટે, ધર્મના હિત માટે અગર એ નિયત કર્મના અંતર્ગત કદાચ કોઈકને મારવું પણ પડે એ પણ ધર્મ છે. એમાં કદાચ જૂઠું બોલવું પણ પડે એ પણ ધર્મ છે એટલે તો નરોવા કુંજરોવા ભગવાને કરાવડાવ્યું. કેમકે ધર્મયુદ્ધ છે.
મનુષ્ય જીવનના અંદર ભગવાનની સેવા ભગવાનનું સંકીર્તન ભગવાનનો સત્સંગ આ આપણી અટમોસ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. મને એક જણાએ પૂછ્યું કે ઓછામાં ઓછી નાનામાં નાની ભક્તિ કેમ થાય? બાળકથી લઈને વૃદ્ધ સુધી બેસિક ડે ટુ ડે માં ભક્તિને ઇનકોર્પોરેટ કરવી હોય તો કેવી રીતે કરવી જોઈએ એટલે પછી હું એ લોકોને કહું કે ભક્તિની શરૂઆત મંદિરથી ન થાય. ભક્તિની શરૂઆત બેડથી થાય. મને કહે બેડથી કેવી રીતે થાય? મેં કીધું ઉઠો ત્યાંથી જ. હવે ઉઠો એટલે સૌથી પહેલા સ્પાઈનલ કોર્ડ સીધું રાખીને ટટ્ટાર બેસીને સૌથી પહેલા ૧૧ વાર પોતાના ઇષ્ટનું સ્મરણ કરવાનું. પાંચ સેકન્ડની એક બ્રેથ. મારું એક યુટ્યુબ પર પ્રવચન છે ડિસ્ટ્રેકશન ટુ ડાયરેક્શન. VYO વર્લ્ડ યુટ્યુબ ચેનલ પર ડિસ્ટ્રેકશન ટુ ડાયરેક્શન ક્યારેક સમય મળે તો જોજો.
બાલમ સહિત દેશવિદેશમાં જયેશભાઇનું
અભૂતપૂર્વ યોગદાન:
બાલમંદિર શ્રીનાથજી હવેલી રાધાકૃષ્ણ ટેમ્પલમાં અવનવા સુંદર મનોરથોનું આયોજન સત્સંગોનું આયોજન થતું રહે છે અને હવે તો આનું એક્સપાન્શન થવા જઈ રહ્યું છે. આ જગ્યા હવે ઘણી મોટી થવા જઈ રહી છે અને એનો વિશેષ લાભ આપણને પ્રાપ્ત થશે. જયેશભાઈ અને દેવયાનીબેનના વિશેષ નેતૃત્વમાં આ આખું સંકુલ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. જયેશભાઈ એ બહુ ઉદાર હૃદયના વ્યક્તિ છે. સમસ્ત માનવ જગત માટે એ પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યા છે. ભગવાને એમને ખૂબ સદલક્ષ્મી આપી છે એનો સારી જગ્યાએ વિનિયોગ કરી રહ્યા છે. ધર્મ માટે માનવતા માટે સમાજ માટે હંમેશા એ અગ્રેસર હોય છે. અમારા ભારતના પ્રોજેક્ટમાં પણ ક્યારેક અમે અટકી જઈએ તો જયેશભાઈ અમારા સંકટ સમયની સાંકળ બને છે. એ અમારી ચાલતી ફરતી બેંક છે. કોઈ પ્રોપર્ટીના ક્લોઝિંગ અટકી જાય તો તરત એ એમનો સહયોગ આપી દેતા હોય છે. અમારા VYO યુકેમાં જયશ્રીબેન કમલેશભાઈને પણ કહીએ ત્યારે પણ એમનું એક મોટું યોગદાન VYO યુકે માંથી આવતું હોય છે. હમણાં સિડનીના પ્રોજેક્ટમાં આપણને જરૂર હતી લગભગ 12 મિલિયનનો પ્રોજેક્ટ આપણે સિડનીમાં કર્યો એમાં થોડા પૈસા ક્લોઝિંગમાં ખૂટતા હતા તો જયેશભાઈએ ત્યાં સિડનીના પ્રોજેક્ટને પૂરું કરવા માટે પણ અહીંથી યોગદાન આપ્યું પછી કયાંકથી સગવડ થાય એટલે પહેલા એમને પાછા આપી દઈએ. ક્યારેક મોડું પણ થતું હોય. જયેશભાઈ કેવલ યુકે નહીં પણ યુકે બહારના પણ આપણા ધર્મસ્થાનોને સાકાર કરવા માટે એ હંમેશા અગ્રેસર રહે છે. આ સંકુલમાં પણ જ્યારે જ્યારે ધનની આવશ્યકતા પડતી હોય ઉદાર હાથે પોતાનું દાન આપતા હોય છે.
VYOયુ.કે અને બાલમ હવેલીને
દેવ્યાનીબેન જયેશભાઇનું પીઠબળ:
આજથી વર્ષો વર્ષ સુધી શ્યામામાતાજીએ આ એમની પ્રેરણાથી આ સુંદર આશ્રમનું નિર્માણ કર્યું જયેશભાઈને આ જવાબદારી સોંપવામાં આવી હતી અને પછી આગળ જતા પ્રભુ શ્રીનાથજી અહીંયા પુષ્ટ થઈને બિરાજમાન થયા એટલે બાલમ મંદિરમાં તો જે આવે એને તો ઘી કેળા છે. અહીંયા રાધાકૃષ્ણજીના પણ દર્શન થાય અને સાક્ષાત શ્રીનાથજીના પણ દર્શન થાય. તમે બધા ભાગ્યશાળી છો કે પુષ્ટિ અને મર્યાદા બંનેનું કોમ્બિનેશન એ આ બાલમંદિરમાં આપણને પ્રાપ્ત થઈ જાય છે. પ્રભુ આ જયેશભાઈ દેવયાનીબેનને ખૂબ લાંબુ આયુષ્ય આપે દેવયાનીબેન તો અમારે એવરગ્રીન હોય છે એ થાકતા જ નથી. એ ખૂબ હંમેશા પ્રસન્ન રહે અને દરેક બાબતની ખૂબ ચિંતા કરતા હોય. પ્રભુ એમને ખૂબ શક્તિ આપે ભક્તિ આપે લાંબુ આયુષ્ય આપે અને આવા ને આવા સત્કાર્યો એમના દ્વારા ઠાકોરજી કરાવતા રહે. એમને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું અમારા યુકેના પ્રેસિડેન્ટ જયશ્રીબેન પણ ખૂબ સમય આપી રહ્યા છે એ વકીલ છે પોતે હવે વકીલાત છોડી દીધી છે અને હવે VYO માં ઘણો બધો સમય એ પ્રદાન કરી રહ્યા છે ભાવી પેઢી માટે ફ્યુચર જનરેશન માટે એક એમની નેતૃત્વના માધ્યમથી VYO યુકે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે ત્યારે એમને પણ અભિનંદન પાઠવું છું અમારા પલ્લવીબેન પણ અહીયાં ખૂબ સારી સેવા આપે છે અને એ પણ એક જવાબદાર વ્યક્તિ છે. અહીં VYO માં અને રાધાકૃષ્ણ ટેમ્પલ બંનેમાં એમની સેવાઓ છે. અહીં આપણા સત્સંગો પણ ખૂબ સારા ચાલી રહ્યા છે અમારા શ્રેયાબેન પણ અહીંયા ઉપસ્થિત છે VYO એજ્યુકેશનને સંભાળી રહ્યા છે. એમને તબિયત વચ્ચે બગડી ગઈ હતી એટલે બહુ વધારે સમય નહોતા આપી શકતા છતાંય ઓનલાઈન ક્લાસીસ ચલાવે છે પણ મેં એમને ગઈકાલે જ કહ્યું કે પાછા આપણા બાળકોના ફિઝિકલ ક્લાસીસ અહીંયા હવે શરૂ થઈ જવા જોઈએ કેમકે આપણા બાળકો આ મંદિરની આન બાન ને શાન છે. એ અહીંયા દર વીકે આવતા રહેવા જોઈએ એટલે આગળ જતા એનું પણ પુનઃ અહીંયા શરૂઆત થાય અને શ્રેયાબેન અને એમના સાથેની આખી ટીમ અહીં VYO એજ્યુકેશનના જે ક્લાસીસ પહેલા જે રીતે ચાલતા હતા એ પુનઃ એની શરૂઆત થાય બીજા અમુક લીડર્સ એમાં આગળ આવે જે લોકો એમાં સેવા આપતા હોય નાનું મોટું લોસ પણ જતું હોય. અહી કોઈ વોલેન્ટિયરોને ચિંતા નથી. કેમ નથી? કારણકે જયેશભાઈ દેવયાનીબેનનું એક પીઠબળ છે. અહીંયા ક્યારે પણ જરૂર પડે તો હંમેશા પૈસા નાખવા માટે તૈયાર થઈ જતા હોય છે. આવા એક સજ્જન વ્યક્તિ, સેવાભાવી વ્યક્તિ આપણને પ્રાપ્ત થયા છે. વૃદ્ધોની ખૂબ સેવા કરે છે એમના નર્સિંગ હોમ ખૂબ સફળતાપૂર્વક, વ્યવસ્થિત ચાલી રહ્યા છે. સારામાં સારી વ્યવસ્થાથી સુસજ્જ એમના નર્સિંગ હોમ્સ છે. ભલે સ્વાભાવિક છે એમનો વ્યાપાર છે એટલે પૈસા તો લે જ પણ પૈસા લઈને પણ પ્રોપર સર્વિસ આપવી એ વૃદ્ધોનું કાળજીપૂર્વક ધ્યાન રાખવું એનું માઈક્રોમેનેજમેન્ટ કરવું એવી એમનામાં એક બહુ સારી ત્રેવડ છે. ભગવાને એમને એ શક્તિ એ વિઝન એ બારીકતા આપી છે કે એમના વ્યાપારને પણ એ ખૂબ સારી રીતે વિકસિત કરી રહ્યા છે એમની પરંપરામાં એમના દિકરાઓ અનિકેત અને કાર્તિક એ પણ એ જ બીઝનેસ પર ખૂબ કુનૈહપૂર્વક આગળ વધી રહ્યા છે ત્યારે જયેશભાઈ દેવ્યાનીબેનને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
હમણાં હું જયેશભાઈ સાથે વાત કરતો હતો એમણે ત્યાં નવું નર્સિંગ હોમ એને બનાવ્યું છે. ઈસ્ટ લંડનમાં નવું નર્સિંગ હોમ બનાવ્યું છે. એમાં એમને જુદી જુદી પ્રકારની થેરાપીસ મૂકેલી છે. એમાં એક ઓક્સિજન થેરાપી છે. એ ઓક્સિજનની ચેમ્બરમાં જાવ એટલે તમને આખું ઓક્સિજન એવું મળી જાય અડધો કલાકના અંદર કે તમારા બધા ઓર્ગનો જે બિચારા ઓક્સિજન માટે તડપતા હોય. એ બધા ઓરગન્સ આમ જ તરોતાજા થઈ જાય. એટલે મેં એમને કીધું મને પણ એ રૂમમાં લઈ જજો ક્યારેક મને ખૂબ ઓક્સિજનની જરૂર છે. ત્યારે મને જયેશભાઇએ કહ્યું, “જેજેશ્રી એ 50 વર્ષના ઉપર માટે છે. આપના હજી 10 વર્ષની વાર છે.” પણ હું તમને બધાને ખાસ અનુરોધ કરું છું કે એમના ઓક્સિજનની ચેમ્બરમાં એક વાર જજો. એમના દીકરાએ ચારે બાજુથી રિસર્ચ કરીને લંડનમાં જુદી જુદી પ્રકારની થેરાપીસ 50 વર્ષના ઉપરના લોકો માટે તૈયાર કરેલી છે. એનો લાભ બધાએ લેવા જેવો છે અહી બધા મોટે ભાગે 50 ઉપરના જ લોકો બેઠા છે. એકવાર એમના સેન્ટરમાં જજો. શું નામ છે સેન્ટરનું? ફોરેસ્ટ પ્લેસ.
 "મન પર કેવી રીતે કંટ્રોલ કેવી રીતે કરી શકાય" પર સુંદર વચનામૃત
VYO નોર્થ લંડન તથા શ્રી વલ્લભનિધી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ૨૩ જુલાઇ, શુક્રવારે શ્રી વ્રજકુમાર મહોદયશ્રીના વચનામૃતનું ભવ્ય આયોજન સાઉથ હેરોના લોહાણા ધામેચા સેન્ટરમાં કર્યું હતું. જેમાં જેજેશ્રીએ "HOW TO CONTROL YOUR MIND” તમારા મન પર કેવી રીતે કાબુ મેળવી શકાય" એ વિષે સુંદર વચનામૃત કર્યું હતું. જેનો લાભ લગભગ ૮૦૦થી વધુ વૈષ્ણવોએ લીધો હતો. જેજેશ્રીના વચનામૃતનો લાભ લેવા સાઉથ લંડનથી સત્સંગ મંડળ તથા ૭૦થી વધુ યુવાન-યુવતીઓ આવ્યા હતા. ઉપરાંત લંડનના આસપાસના વિસ્તારો સહિત તથા લેસ્ટરથી કોચ ભરીને વૈષ્ણવો પધાર્યા હતા. આ પ્રસંગે મુખ્ય મનોરથી ચટવાણી પરિવાર બન્યા હતા.
VYO UKનાં ચેરમેન કંતેશભાઇ પોપટ, VYO UKના પ્રમુખ જયશ્રીબેન રાડિઆ તથા VYO નોર્થ લંડનના પ્રમુખ પ્રતિભાબેન લાખાણી તથા ટ્રસ્ટી જવાહરભાઇ ચતવાણી, રાજુભાઇ કોટેચા, મધુબેન સોમાણી તેમજ અન્ય મહાનુભાવોમાં પરમ વૈષ્ણવી પ્રદીપભાઇ ધામેચા, હેરોના મેયર યોગેશભાઇ તેલી, સી.બી. પટેલ, અજયભાઇ ગોકાણી, ડેપ્યુટી મેયર મીનાબેન પરમાર, બ્રેન્ટના કાઉન્સિલર કાન્તાબેન મિસ્ત્રી તેમજ VYO નોર્થ લંડનની કમિટીના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન નિકેશભાઇ પરમાર અને એમના સંગીત ગૃપે સુંદર કિર્તન, ભજન રજૂ કર્યાં હતાં.

અનેકવિધ થેરાપીઝ મશીનોથી સજ્જ ઇસ્ટ લંડનનું "ફોરેસ્ટ પ્લેસ" નર્સિંગ હોમ

જયેશભાઈએ ઇસ્ટ લંડન, એસેક્સના બકહર્સ્ટ સ્ટેશન નજીક "ફોરેસ્ટ પ્લેસ" નામનું નવીનત્તમ ભવ્ય નર્સિંગ હોમ તથા કેર હોમબનાવ્યું છે. રવિવાર ૨૩ જુલાઇના રોજ ફોરેસ્ટ પ્લેસ નર્સિંગ હોમમાં જયેશભાઇ તથા દેવ્યાનીબેન સહિત એમના બે દિકરાઓ અનિકેતભાઇ તથા કાર્તિકભાઇ અને સમગ્ર પરિવારે શ્રી ૧૦૮ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીના પાવન પગલાં કરાવ્યાં હતાં. એ પછી જયેશભાઇના બન્ને દિકરા અનિકેત તથા કાર્તિકે જેજેશ્રીને ભવ્ય નર્સિંગ હોમની ટૂર કરાવી. જુદી જુદી પ્રકારની લેટેસ્ટ થેરાપીઝ સજ્જ મશીનો, સ્ટીમ રૂમ, શોલ્ટ બાથ સહિત પેશન્ટને રહેવા માટે તમામ સુવિધા સજ્જ ૪૨ ફલેટ્સ દેખાડ્યા હતા.
જયેશભાઇના બન્ને દિકરા અનિકેતભાઇએ કનસ્ટ્રકશન મેનેજમેન્ટ અને કાર્તિકભાઇ આર્કિટેક્ટ છે. દુનિયાની લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતાં થેરાપી મશીનો સજ્જ આ "ફોરેસ્ટ પ્લેસ" નર્સિંગ હોમની મુલાકાતે અમે ગયાં ત્યારે કાર્તિકભાઇએ ઘણી બધી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, "અહીં હોસ્પિટલમાં તમારા ઘૂંટણ, હીપ્સ કે થાઇનું ઓપરેશન થાય છે ત્યારે એક દિવસ પછી તમને રજા આપવામાં આવે છે અને તમે ઘરના વાતાવરણમાં પાછા ફરો છે, ઓપરેશન પછી દર્દીને ખૂબ જ વીકનેસ આવી જતી હોય છે. ઓપરેશન પછી રિકવરી કરવા કેટલાકને ફિઝિયો માટે ટ્રાવેલ કરવા બીજા પર નિર્ભર રહેવું પડે અને તેઓ તે કરવા માટે કદાચ સક્ષમ નથી હોતા. એમની આ વિટંબણા, મુશ્કેલીઓને ધ્યાનમાં લઇને તે પછીના છ અઠવાડિયા માટે તેઓ થેરાપી લઇ શકે એ માટે અમે આ કેર સેન્ટર બનાવ્યું છે, જો કોઈ દર્દીને અહીંથી જોબ કરવાની જરૂર હોય, તો એવા લોકો માટે અહીં યોગ્ય ડેસ્ક હશે, તેમની પાસે યોગ્ય સુવિધા હશે, જેથી તેઓ અહીંથી રિમોટલી પણ કામ કરી શકે. ઉપરાંત સ્ટ્રોક આવ્યો હોય અને હલનચલન માટે અશક્ત હોય અને અહીં “ફોરેસ્ટ પ્લેસ’માં ફિઝિયોથેરાપી લેવી હોય તો એવા દર્દીઓ તેમની ફેમિલી સાથે રહેવું હોય તો રહી શકે. થોડા ટાઇમ માટે એની ફેમિલી વાઇફ હોય કે હસબન્ડ હોય કે જે હોય એ એમની સાથે રહે, જો રહેવું હોય તોઅહિયાં આવી જાય. અહીં ઘર બહાર ઘર જેવું લાગે. બે રૂમના ફૂલ ફર્નિશ ફલેટમાં કુક કરવું હોય તો કૂકરથી માંડી ફ્રિજ, ફ્રીઝર, વોશર, ડ્રાયર છે. એ કોઇથી ના થઇ શકે તો અમારી પાસે લોન્ડ્રી છે એટલે એવા અમે લોકોને કપડા ધોઈ આપીએ.
"આપણા શરીરમાં હાર્ટ છે, લંગ્સ છે, કિડનીસ છે, પેનક્રીઆસ છે અને મોટાભાગના ડાયાબિટીસ, બ્લડપ્રેશર સહિત અનેક રોગો પીડિત છે. એ બધા રોગો સામે આ બધા ઓર્ગન્સને સાચવવા હોય તો 50 વર્ષ પછીના લોકો માટે અમે જરૂૃરી બધી થેરાપીઝ કરીએ અને પછી મોનિટર કરીએ. તમે ફરી છ મહિને આવો, વર્ષે આવો, પાછા ચેક કરીએ. એ લોકોને એકસરસાઇઝ કરવી હોય તો અહિયાં દેખાડીએ કેવી એકસરસાઇઝ કરવાની.”
કાર્તિકભાઇએ કહ્યું કે, "અહીં આપણી પાસે દરેક ઇકવિપ્ડ મશીનો માટે જે તે વિષયના મશીનના તાલીમબધ્ધ માણસો હોય, ફિઝિયોથેરાપીસ, ઓક્યુપેશનલ થેરાપીસ, પછી ડાયેટિશિયન, એ બધાના નિષ્ણાત કાર્યકરો અહીં હશે જ્યારે તમે ઘૂંટણના ઓપરેશનમાંથી આવો છો, ત્યારે તમારે સાજા થવાની જરૂર છે ને? તો હું તમને હવે બતાવીશ કે અમે સાજા થવા માટે ચોક્કસ વિસ્તાર કેવી રીતે વિકસાવ્યો છે. અહીં અમારી પાસે સ્ટ્રેન્થ સ્ટુડિયો છે, અમારી પાસે તમારો કાર્ડિયોવાસ્ક્યુલર સ્ટુડિયો છે અને અહીં ડાયગ્નોસ્ટિક્સ રૂમ છે.
બધા મશીનો ઇટાલીથી આવ્યાં છે. આ બે મશીન યુ.કે.માં માત્ર 3 કેન્દ્રોમાં, અહીં નેશનલ ફિઝિયો સેન્ટર અને હાર્લી સ્ટ્રીટમાં જ છે. અહીં મૂવમેન્ટ ક્લિનિક અને રિકવરી કિલનિક છે. આ બધા મશીનોમાં, જુદી જુદી વસ્તુઓ થાય. કોઇનો હિપ તૂટી ગયો, હવે ચાલવાનું બંધ થઈ ગયું હોય એવા પેશન્ટ માટે માઇક્રો ગ્રીન્સ થેરાપીથી દર્દી ચાલતો થઇ શકે છે.
એનાથી કોઈ ફરક નથી પડતો તો અહીં આવીને તમારી જાતને સુધરતી જોઈ શકો છો અને ઉભા રહેવાનું બેલેન્સ પર પણ. તમે હોસ્પિટલોમાં જાવ ને, તો પણ આવા લેટેસ્ટ થેરાપી મશીન નહિ હોય. મારા માસીનો હીપ તૂટી ગયો હતો અને હોસ્પિટલમાં ઓપરેશન પછી સક્શેસ ના થયું એટલે હવે ચાલવાનું બંધ થઈ ગયું. અમે અહીં લાવ્યા. માઇક્રોગ્રીન્સ ઉપર થેરાપી કરતાં હવે તે ચાલે છે."
કાર્તિકભાઇએ હસતાં હસતાં મને કહ્યું કે, 'તમે થોડા વૃધ્ધ થાવ છો એટલે તમે થોડું કામ કરો તો થાકી જાવ, તમારે રિકવર થવાની જરૂર હોય છે એ માટે "ફોરેસ્ટ પ્લેસ" નર્સિંગ હોમમાં મીનરલ સોલ્ટ રૂમ, સ્ટીમ રૂમ, હિમાલયન સોલ્ટ રૂમ છે. કોલ્ડ બાથ થેરાપીની સવલત પણ છે. જે કાર્ડિયોવાસ્ક્યુલર લંગ્સ કેપેસિટી માટે ઉત્તમ છે. મીનરલ સોલ્ટ, હિમાલયન સોલ્ટ રૂમ. ૫૦ વર્ષની ઉપરના વ્યક્તિઓમાં ઓકસીજન લેવલ ઓછું થતું હોય છે એવા લોકો માટે ગણતરીની મિનિટોમાં ઓકસીજન રીકવર થાય એવાં જાપાન બનાવટનાં મશીન છે. આ હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બર છે. એમાં બેસી તમારા ટેબલ ઉપર તમારે કામ કરવું હોય ને અંદર તમે કામ કર્યા કરો. કલાક બેસો અને તમારા શરીરમાં એટલો પ્યોર ઓક્સિજન આવી જાય કે તમે ૨૦ વર્ષ નાના થઈ જાઓ. આ ખાસ જાપાનમાં બનાવવામાં આવ્યા હતા.
ઉપરાંત હાઇડ્રો થેરાપીના લેટેસ્ટ મશીન પણ ઉપલબ્ધ છે. હાઇડ્રોજન શરીરમાંથી ઘણી બધી બળતરા દૂર કરે છે. તો, અને અમે તેને ખૂબ જ સ્વસ્થ પ્રકારના દરે વિતરિત કરીએ છીએ. દુનિયાની કેટલીક પ્રથાઓમાં, તેઓ તેને 1.35 વાતાવરણીય દબાણથી આગળ પહોંચાડે છે. આ માત્ર 1.35 સુધી જવા માટે કેલિબ્રેટ થયેલ છે. તેથી તે વૃદ્ધો માટે યોગ્ય છે.
 વૃધ્ધત્વ ધરાવતા લોકો માટે રેડ લાઇટ થેરાપી છે. તે તેમના મેલાટોનિન સાથે મદદ કરે છે અને તે તેમને તેમની ઉર્જા વધારવામાં મદદ કરે છે. તેથી તે તમને વધુ ઉર્જાવાન અને વધુ સ્વસ્થતાનો અનુભવ કરાવે છે. તેની પાછળ ઘણું સંશોધન છે. વિવિધ પ્રકારની ત્વચાની તકલીફ ધરાવતા હોય એવા લોકોને આનાથી ફાયદો થશે. ઈટ્સ લાઈક એ બોડી બૂસ્ટ.”
કાર્તિકભાઇએ આ તમામ પ્રકારની થેરાપી કરતાં મશીનો વિશે એટલી રસપ્રદ માહિતી આપી એટલે અમે સૌ વાંચકો વતી જયેશભાઇ અને દેવ્યાનીબેનને ધન્યવાદ પાઠવતાં કહ્યું કે, “તમે દિકરાઓને આ વ્યવસાયમાં ખૂબ કુશળ બનાવ્યા છે. ત્યારે જયેશભાઇએ કહ્યું કે, “કાર્તિકને આ ટેકનોલોજીમાં રસ જાગ્યો અને એટલે આ બધું શીખે છે એ માટે એ વર્લ્ડમાં ૨૫ જગ્યાએ ફરી આવ્યો, ફ્રાન્સ ગયો, ઇટાલી, સ્વિટ્ઝરલેન્ડ ગયો, સાઉથ આફ્રિકા ગયો. હમણાં જ જાપાન જઈ આવ્યો. ચાઈના બે વાર જઇ આવ્યો.”


comments powered by Disqus